ડૉ. લક્ષ્મણ યાદવના બે પુસ્તકોનું ગુજરાતી અનુવાદ વિમોચન કાર્યક્રમ યોજાયો

ગત ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત નટરાણી થિયેટરમાં લક્ષ્મણ યાદવના બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાયો.

ડૉ. લક્ષ્મણ યાદવના બે પુસ્તકો "પ્રોફેસરની ડાયરી" નું અનુવાદ જાણીતા દલિત કવિ સાહિલ પરમાર અને "જાતિ વસ્તી ગણતરી" નો અનુવાદ શરૂઆત પબ્લિકેશનના માલિક કૌશિક પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. આ બંને બે પુસ્તકો હિંદીમાંથી ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યા છે. વિમોચન પ્રસંગે અલગ સંસ્થાઓના આગેવાનો, રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો તેમજ સિવિલ સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Dr laxman yadav book launch ahmedabad 04

ડૉ. લક્ષ્મણ યાદવે પોતાના બંને પુસ્તકો અને પોતાના જીવનના અનુભવો પર વાત કરી હતી. OBC, ST, SC અને માઇનોરિટી સમાજના લોકોને એક થઈને ભારતમાં ચાલતી તાનાશાહી સામે લડવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં પ્રખ્યાત નૃત્યાંગના અને સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈએ મહિલાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકશાહી અને સંવિધાનના રક્ષણ માટે માત્ર વંચિત વર્ગની મહિલાઓ જ નહીં, પરંતુ દરેક મહિલાએ આગળ આવવાનો સમય પાકી ગયો છે. મહિલાઓએ પોતાના અધિકારો અંગે જાગૃત બની લોકશાહી મૂલ્યોના રક્ષણમાં સક્રિય ભાગ લેવો જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.

professor ni diary gujarati sharuaat publication

પ્રોફેસરની ડાયરી પુસ્તકના અનુવાદક સાહિલભાઈ પરમારે પુસ્તકની ભાષા, લખાણને બિરદાવતા ડૉ. લક્ષ્મણ યાદવની લડાઈને સલામ કરી હતી. શરૂઆત પુબ્લિકેશનના માલિક અને અનુવાદક કૌશિક પરમારે "લોકોને ઉપયોગી સાહિત્ય છપાય તો વંચાય", "બહુજન સાહિત્ય ક્રાંતિકારી લોકોનું સાહિત્ય છે" અને સાહિત્ય ક્ષેત્રે પછાત વર્ગોએ જાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો.

jati vasti ganatari gujarati sharuaat publication

કાર્યક્રમના સહઆયોજક ભીમ આર્મી વતી અધ્યક્ષ કમલેશ ધવલે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો તેમજ નારા બોલાવી સમગ્ર કાર્યક્રમમાં ઊર્જા ભરી દીધી હતી.

આ બંને પુસ્તકો શરૂઆત બુક સ્ટોર પરથી મળી રહેશે.

જાતિ વસ્તી ગણતરી – ગુજરાતી

પ્રોફેસરની ડાયરી – ગુજરાતી

\ Get the latest news /

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *