સવર્ણોની ગરીબ OBC, ST, SC ની ચિંતા જોતા ગરીબ OBC, ST, SC ને EWS માં પણ સમાવો
સવર્ણો ગરીબ OBC, ST, SC ને અનામત આપવા જે રીતે રઘવાયા થયા છે અને આંદોલન કરી પોલીસના ડંડા અને સામાજિક રીતે ગાળો ખાવા, પોતાને જાતિવાદી ચીતરવા પણ તૈયાર થયા છે તે જોતા ગરીબ OBC, ST, SC ને પોતાની કેટેગરી ઉપરાંત EWS માં સમાવેશ કરવો જોઈએ.
જુઓ! આપણે મનુ મહારાજની નાજાયજ ઓલાદ છીએ નહીં એટલે આલતું ફાલતુ દલીલો નહીં કરીએ પણ સંવિધાનિક રીતે કેવી રીતે શક્ય છે ? તેની વાત કરીએ.
પહેલા આ ચાર અનામત વિષે જાણી લઈએ .
OBC : સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ. જેમાં સામાજિક સ્તર અને શિક્ષણ આ બે માપદંડો છે. આમાં, આર્થિક માપદંડ નથી.
ST : શિડ્યુલ ટ્રાઈબસ – જેમાં આદિવાસી રીતરવાજ, પરંપરા, વિગેરે આધારિત લોકોની સંસ્કૃતિ, પરંપરા બચાવવા ઉપરાંત પ્રતિનિધિત્વ આપવા માટે છે. આમાં પણ આર્થિક માપદંડ નથી.
SC : શિડ્યુલ કાસ્ટસ – સામાજિક ભેદભાવ કરવામાં આવતી જાતિઓ. આમાં પણ માપદંડ તરીકે આર્થિક આધાર નથી.
EWS : આર્થિક રીતે નબળા વર્ગો જેમને OBC, ST, SC અનામત નથી મળતી. હકીકતે આ જાતિગત અનામત છે. સવર્ણ અનામત છે. અને આ એકમાત્ર અનામત છે જે આર્થીક આધારે છે.
એટલે, સવર્ણોને ગરીબ OBC, ST, SC ની ચિંતા છે તે ચિંતા દૂર થઇ શકે તેમ છે. ગરીબ OBC, ST, SC ને પોતાની કેટેગરી ઉપરાંત EWS એમ બે કેટેગરીમાં સમાવેશ કરવો જોઈએ. કારણ કે, એક તો છે OBC, ST, SC અને ઉપરથી ગરીબ. જો બે બાજુથી માર લાગતો હોય તો બે અનામત આપવામાં કોઈને વાંધો ક્યાં હોય ? ગરીબ OBC, ST, SC ની ચિંતા કરતા સવર્ણો પણ મારી વાતને હોંશેહોંશે વધાવી લેશે.

સવાલ : કૌશિકભાઈ OBC, ST, SC માં વર્ગીકરણ કરીએ તો ? કેવું રહે ?
જવાબ : સુંદર સવાલ છે. સુંદર જવાબ પણ સાંભળો. દા.ત. ગુજરાતમાં ઓબીસી વર્ગીકરની વાત કરીએ. ઓબીસી સમાજની વસ્તી છે 55 – 60%. અનામત આપી છે 27% અને આજસુધીમાં પુરી 7% પણ ભરતી કરવામાં આવી નથી. તો ભાગ શેના પાડશો ? સરકાર એક મહિનામાં 27% ભારતીઓ કરી દે અને પછી કોઈ ઓબીસી જાતિના લોકો રહી જાય તો વાત બરાબર છે કે વર્ગીકરણ કરીએ. પણ ભરતી જ નથી કરી. 60 લોકો વચ્ચે 7 થાળી પણ પૂરું જમવાનું આપ્યું નથી. તો આ 7 થાળીના 60 લોકો વચ્ચે કેટલા અને શું ભાગ પાડશો ? છેલ્લે તો 60 % લોકોમાંથી કોઈને કોઈ ભૂખે જ મરવાના છે. એટલે વસ્તી પ્રમાણે અનામત હોવી જોઈએ. ઓબીસી અનામત 60% કરી દે તો સાચું વર્ગીકરણ થાય.
વળી, કઈ જાતિએ વધારે લાભ લીધો? અને કઈ જાતિએ ઓછો લાભ લીધો ? તે જાણવા માટે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી પડે. જે વસ્તી ગણતરી ના 2011 માં થઇ કે ના 2026 માં થઇ રહી છે. આ વખતે વસ્તી ગણતરીમાં ઓબીસી ખાનું છે પણ તેમાં કોઈ ફિક્સ જાતિઓનું લિસ્ટ નથી. એટલે જેણે જે જાતિનું નામ લખાવવું હોય તે લખાવી દેશે. koli, kori, kodi, kolee, koia, આ બધી અલગ અલગ જાતિ ગણાશે. સ્પેલિંગ મિસ્ટેક કરશે તોપણ અલગ જાતિ ગણાશે. 2011 માં પણ ચાલાક લોકો દ્વારા આમ જ કરવામાં આવ્યું હતું. જેથી જાતિઓની સંખ્યા 46 લાખ જેટલી થઇ ગઈ હતી. જાતિના સાચા આંકડા ના મળે તે માટે 2011 વાળી ચાલાકી કહો કે નાગાઈ ફરીથી 2026 માં કરવામાં આવી છે. સાચા આંકડા નથી તો સાચું વર્ગીકરણ પણ નહિ થાય.

એટલે જયારે “સાચું વર્ગીકરણ” થાય તેમ નથી ત્યારે બેસ્ટ તો એ જ છે કે ,
ગરીબ OBC, ST, SC ને કેટેગરી ઉપરાંત EWS માં પણ સમાવેશ કરવામાં આવે. બે જગ્યાએ અનામત મળશે તો ગરીબ OBC, ST, SC નો 100% વિકાસ થશે અને સવર્ણોને ત્યારે જ સાચી શાંતિ મળશે.
– કૌશિક શરૂઆત,
વિશેષ નોંધ : આ મજાક કે કટાક્ષ નથી. તમે ગંભીરતાપૂર્વક વિચારજો કે, “ગરીબ OBC, ST, SC ને EWS માં સમાવવામાં આવે તો ગરીબ OBC, ST, SC ફાયદો થાય કે નહીં ?” જો હા, તો એક કાગળ પેન લઈને અત્યારે જ રજૂઆત લખી કેલક્ટરને આવેદનપત્ર આપી આવો.

Leave a Reply