- ભારતમાં વોટ ચોરીની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણીઓ કોંગ્રેસ નો’તી થવા દેતી.
- વિરોધીઓના મત વિસ્તારમાંથી તેમના સમર્થકોના નામો કાપવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- ચુંટણી કમિશનરને રિટાયારમેંટ બાદ ઊંચા હોદ્દા આપવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- ભારતના લોકતંત્રનું સત્યાનાશ વાળનાર #EVM કોંગ્રેસ લાવી હતી.
- રાજ્યપાલની મદદથી વિરોધ પક્ષની રાજ્ય સરકારોના બિલ રોકવા, વિરોધી પક્ષોની સરકારો ગબડાવવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- ચુંટણીમાં વિરોધી પક્ષના ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવવાની, બુથ કેપ્ચર કરવાની, ખોટા વોટ નાંખવાની અને વિરોધીઓના સપોર્ટરને વોટ ના નાંખવા દેવાની શરૂઆત પણ કોંગ્રેસે કરી હતી.
- વિરોધી પાર્ટીઓના જીતેલા ઉમેદવારો ખરીદવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- વિરોધી પાર્ટીમાં જૂથવાદને પ્રોત્સાહન આપી, વિરોધી પાર્ટીઓ તોડવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી.
- અમુક વિસ્તારોમાં તો કોંગ્રેસ ઉમેદવારો એટલા બધા દબંગ હતા કે ચૂંટણીમાં બુથ પર વિરોધ પક્ષના ઉમેદવારના ટેબલ પણ મૂકવા દેતા નો’તા, અને કેટલાક બુથમાં બપોર પછી મતદાન મથકેથી ભગાડી દેતા હતા.
આમ,
લોકતંત્રની હત્યા કરી સત્તા કબ્જે કરવાની શરૂઆત કોંગ્રેસે કરી હતી. ભાજપે તેનું જ અનુસરણ કર્યું છે. અને પૂરી તબિયતથી કર્યું છે. છેલ્લી સીમા પાર કરીને કર્યું છે.
બંને પાર્ટીઓ સવર્ણ હિંદુ પાર્ટી છે. બંને પાર્ટીઓમાં સવર્ણ બહુમત લોકો પાર્ટીની દિશા અને દશા નક્કી કરે છે. પોલીસી અને એજન્ડા નક્કી કરે છે. બંને પાર્ટીઓ દેશવાસીઓને લૂંટતી નીતિઓ બનાવે છે અને તેને અમલમાં મૂકે છે.
એટલે,
તમે ભાજપને સત્તા આપો કે કોંગ્રેસને સત્તા આપો, આ દેશમાં કે તમારા નાગરિક તરીકેના જીવનમાં કોઈ પરિવર્તન નહિ આવે.
અને હા,
ઓબીસી સમાજ આ જાણી લે કે,
૨૦૧૧ માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી, જેના ડેટા કોંગ્રેસે જાહેર નો’તા કર્યા. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, તે વખતે સંસદમાં બેઠા હતા. અને તેમની હાજરીમાં આ થયું હતુ.
એટલું જ નહિ…
હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે પણ તેના આંશિક ડેટા જ જાહેર કર્યા છે, તમામ ડેટા જાહેર નથી કર્યા. આમ, ઓબીસી સમાજની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનું કામ, ઓબીસી સમાજને મૂર્ખ બનાવવાનું કામ કોંગ્રેસ પણ કરી રહી છે.
આ જ રીતે,
આદીવાસી અને દલિતોના હક અધિકારો મારવામાં, તેમને લાગતી જોગવાઈ, કાયદા લાગુ ના કરવામાં, તેમની સીટો ના ભરવામાં પણ બંને સવર્ણ પાર્ટીઓ, એકસરખી કિન્નાખોરી રાખી અન્યાય, શોષણ કરે છે.
મુસ્લિમ સહિત,
તમામ લઘુમતીઓ જેવી કે ઈસાઈ, શીખ, બૌદ્ધ, SC, ST વિગેરેનું શોષણ કરવામાં, અન્યાય કરવામાં, યોજનાઓ લાગુ ના કરવામાં, પોલિસીઓ ના બનાવવામાં, લઘુમતીઓ વિશે અફવાઓ ફેલાવવામાં બંને સવર્ણ પાર્ટીઓ એકસરખી જવાબદાર છે.
“અન્ના આંદોલન” માં આપણને કેવા મૂર્ખ બનાવવામાં આવ્યા હતા? યાદ છે ને ? સવર્ણ પાર્ટી કોંગ્રેસ કાઢી સવર્ણ પાર્ટી ભાજપ લાવ્યા તો આપણને શું ફાયદો થયો? તો આ વખતે સવર્ણ પાર્ટી ભાજપની “વોટ ચોરી” ના નામે મૂર્ખ બની ફરીથી સવર્ણ પાર્ટી કોંગ્રેસને આપણે સત્તા ના આપીએ તેનું ધ્યાન રાખજો.
- આ બંને પાર્ટીઓ લોકતંત્ર વિરોધી સવર્ણ પાર્ટીઓ છે.
- ઓબીસી, દલિત, આદિવાસી, માઈનોરીટી વિરોધી પાર્ટીઓ છે.
- બંને પાર્ટીઓ આરક્ષણ અને વંચિતોને સમાન તકો આપવાના વિરોધીઓ છે.
- પોતાના જાતિઓના સ્વાર્થ સિવાય આ લોકોને ભારતના અન્ય લોકોમાં કોઈ રસ નથી.
એટલે જ ભારતમાં સત્તા બદલાય છે પણ દેશની કે તમારી – મારી સ્થિતિ બદલાતી નથી.
હું ઈચ્છું છું કે,
આપણો દેશ સવર્ણ હિંદુ પાર્ટીઓની ચુંગાલમાંથી બહાર નીકળે અને ઓબીસી, દલિત, આદીવાસી, માઈનોરીટીની પાર્ટીઓ સત્તામાં આવે. ભારતના મૂળ માલિક બહુમત લોકોની પાર્ટીઓ સત્તામાં આવે.
સવર્ણ પાર્ટીઓ જોડે રોજ રોજ ભીખ માંગવાનું બંધ થાય. અને આપણે જાતે આપણા દેશનું, આપણા રાજ્યનું સંચાલન કરીએ.
– કૌશિક શરૂઆત
નોંધ : આપણે સવર્ણને અન્યાય નથી કરવાનો કે નથી બદલો લેવાનો. આપણે સવર્ણને તેમની વસ્તીના પ્રમાણે ભાગ આપવાનો છે, અને આપણો પણ આપણી વસ્તી પ્રમાણે ભાગ સુનિશ્ચિત કરવાનો છે.
વિદેશી અને મૂળનિવાસી લોકોમાં જે પાયાનો ફરક છે, તે ફરક આપણે દુનિયાને બતાવવાનો છે.
સવર્ણ પાર્ટીઓ મુર્દાબાદ
લોકતંત્રના હત્યારાઓ મુર્દાબાદ
Leave a Reply