Enjoy Big Savings on New Releases – Hurry!

સ્વામી નારાયણ સંપ્રદાયની ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી યોગ્ય છે. તમારી પણ કરાવી લો.

ભારતના તમામ સંપ્રદાયના લોકોએ ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી કેમ જરૂરી છે?
કોપીરાઈટ મુદ્દે સૌને ગુમરાહ કરી, સ્વામી નારાયણ સંપ્રદાય વિરુદ્ધ ભડકાવવામાં આવી રહ્યા છે. સ્વામી નારાયણ સંપ્રદાયને બદનામ કરવાનું આ વધુ એક કાવતરું છે.
આ મુદ્દો બે રીતે સમજીએ.
1. ટૅકલનિકલ, કાયદાકીય રીતે – રેશનાલિસ્ટ, હિન્દૂ બુદ્ધિજીવી, પત્રકાર, લેખક, યુ ટ્યુબર, વિગેરે માટે.
2. ધાર્મિક રીતે – હિન્દુ ધાર્મિક માનસિકતાવાળા અને ખાસ કરીને અન્ય ધર્મ અને સંપ્રદાયના લોકો માટે.

  1. ટૅકલનિકલ, કાયદાકીય રીતે સમજીએ – રેશનાલિસ્ટ, હિન્દૂ બુદ્ધિજીવી, પત્રકાર, લેખક, યુ ટ્યુબર, વિગેરે માટે.
    ગુજરાતના સારંગપુર સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટે મંદિરના દેવતાઓના નામો અને દૈવી સ્વરૂપો માટે સત્તાવાર રીતે ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી કરાવી છે.

ખાસ કરીને, 54 ફૂટ ઊંચી “કિંગ ઓફ સરંગપુર” હનુમાનજીની પ્રતિમા તેમજ 13 વાંદરાઓ સાથે દર્શાવવામાં આવેલી ગર્ભગૃહની હનુમાનજીની મૂર્તિ માટે કાનૂની સુરક્ષા (Intellectual Property Protection) અને બૌદ્ધિક સંપત્તિના પ્રમાણપત્રો (IP Certificates) મેળવવામાં આવ્યા હતા.અર્થાત્, મંદિર ટ્રસ્ટે આ વિશિષ્ટ પ્રતિમાઓ અને તેમના કલાત્મક/દૃશ્ય સ્વરૂપોના ઉપયોગ પર પોતાના અધિકારો સુરક્ષિત કરવા માટે કાનૂની નોંધણી કરાવી હતી.

સરંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિનું મહત્વ

– તેમાં હનુમાનજીની સાથે 13 વાંદરાઓ દર્શાવવામાં આવ્યા છે.
સ્વામિનારાયણ પરંપરા અનુસાર:
– હનુમાનજીને “કષ્ટભંજન દેવ” તરીકે પૂજવામાં આવે છે, જેનો અર્થ થાય છે “કષ્ટો અને દુઃખો દૂર કરનાર દેવ”.
– ભક્તો માને છે કે હનુમાનજી ભય, મુશ્કેલીઓ, અવરોધો અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે.
– આ મૂર્તિમાં હનુમાનજીને માત્ર શ્રીરામના ભક્ત તરીકે નહીં, પરંતુ શક્તિશાળી રક્ષક તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે.


હનુમાનજીની આસપાસ 13 વાંદરાઓનો અર્થ શું છે?
– આ અંગે કોઈ એવો સર્વસ્વીકાર્ય પુરાતત્ત્વીય કે શાસ્ત્રીય અર્થ ઉપલબ્ધ નથી કે જેના પર બધા વિદ્વાનો સહમત હોય.
– મંદિર અને ભક્તિ પરંપરામાં સામાન્ય રીતે નીચે મુજબના અર્થ જણાવવામાં આવે છે:
હનુમાનજી વાનર સેનાના નેતા હતા.
– આ વાંદરાઓ તેમના અનુયાયીઓ અને સહયોગીઓનું પ્રતીક છે.
– તેઓ ભક્તિ, સેવા, સાહસ અને વફાદારીનું પ્રતિનિધિત્વ કરે છે.
– કેટલાક ભક્તો આ 13 વાંદરાઓને માનવીય દુર્ગુણો, ઇન્દ્રિયો અથવા આધ્યાત્મિક ગુણો સાથે પણ સાંકળે છે, પરંતુ આ ભક્તિ આધારિત અર્થઘટનો છે, સર્વસ્વીકાર્ય શાસ્ત્રીય અર્થ નથી.

પુરાતત્ત્વીય દૃષ્ટિકોણ

કલા અને પુરાતત્ત્વના અભ્યાસ મુજબ:
– 13 વાંદરાઓ સાથેની આ રચના સરંગપુર મંદિરની વિશિષ્ટ કલાત્મક પરંપરા છે.
– સમગ્ર ભારતમાં હનુમાનજીની આ પ્રકારની મૂર્તિ સામાન્ય રીતે જોવા મળતી નથી.
– આ અનોખી કલાત્મક રચનાને કારણે મંદિર ટ્રસ્ટે તેના માટે બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) સુરક્ષા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લી 3 લીટી, “પુરાતત્વીય દ્રષ્ટિકોણ” વાંચો. આ મૂર્તિ વિશિષ્ટ પ્રકારની મૂર્તિ છે જે અન્ય કોઈ જગ્યાએ જોવા મળતી નથી. હનુમાનજીની આ મૂર્તિની બનાવટ, આકૃતિ મંદિરની વિશેષતા છે.

હનુમાજી સૌના તો કોપીરાઈટ મંદિર ટ્રસ્ટના કેમ?
આ માટે ડૉ. બાબાસાહેબના ઉદાહરણથી સમજો. આર્ટિકલ સાથેનો બાબાસાહેબનો ફોટો જુઓ. મેં આ ફોટો બનાવ્યો છે.

ભારતમાં ક્યાંય આવી મૂર્તિ નથી કે જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંવિધાન ખોલીને તેને વાંચતા હોય અને લોકોને સંવિધાન સમજાવતા હોય. આજ સુધીની તમામ મૂર્તિઓમાં ડાબા હાથમાં બંધ સંવિધાન હોય છે અને બાબાસાહેબ સંસદ તરફ આંગળી ચીંધતા હોય છે. તો મેં જે મૂર્તિની કલ્પના કરી છે તે વિશિષ્ટ છે અને મારા પોતાના ભેજાની ઉપજ છે. તો આ મૂર્તિ મારી “બૌદ્ધિક સંપત્તિ” કહેવાય. અને આ પ્રકારની મૂર્તિ પર હું કોપીરાઈટ દાવો નોંધાવીને આ પ્રકારની મૂર્તિઓ, ફોટાના અધિકારો મેળવી શકું. એટલે બાબાસાહેબ સૌના, તેની બિલકુલ ના નથી. જેને ફાવે તેટલી બાબાસાહેબની મૂર્તિઓ બનાવે, વેચે અને જ્યાં સ્થાપના કરવી હોય ત્યાં કરે. પણ આ પ્રકારની મૂર્તિ નહીં. આ પ્રકારની મૂર્તિ મારા સિવાય કે મારી મંજૂરી સિવાય અન્ય કોઈ ઉપયોગ ના કરી શકે.

તમે અમિષ ત્રિપાઠીની રામાયણના પુસ્તકોની સિરીઝના ઉદાહરણથી વધુ સ્પષ્ટ રીતે સમજો. અમિષભાઈ ભારતના સુપ્રસિદ્ધ નવલકથાકાર છે. અમીષ ત્રિપાઠી તેમણે રામાયણના અલગ અલગ પાત્રો પર અલગ અલગ નવલકથાઓ લખી છે. અમિષભાઈએ મૂળ રામાયણનો સંદર્ભ લીધો છે પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી, અલગ પ્રકારે રામાયણના પાત્રોનું નિરૂપણ કરતુ સાહિત્ય લખ્યું છે. એટલે આ સાહિત્યની માલિકી, કોપીરાઈટ અમિષભાઈના ગણાય. નહિ કે તમામ હિંદુઓના. હવે કોઈ એમ કહે કે કૌશિકભાઈ હું હિન્દૂ છું, રામાયણ મારી છે અને રામ – સીતા પણ મારા છે, એટલે અમિષભાઈના કોપીરાઈટ ના ચાલે. હું તો છાપવાનો જ. તો ભાઈ એવું ના ચાલે. રામાયણ અને રામ સીતા તમારા પણ વાલ્મિકી અને તુલસીદાસવાળા. અમિષભાઈએ જે લખ્યું છે તે લખાણોનો ઉપયોગ તમે અમિષભાઈની મંજૂરી વગર ના કરી શકો. જેની કલા, તેના કોપીરાઈટ.

એટલે, ભગવાન હોય કે મહાપુરુષ હોય કે ધાર્મિક ગ્રંથો હોય, પણ પોતાની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરી એક વિશિષ્ટ કલાકૃતિ, વિશિષ્ટ સાહિત્ય, વિગેરે તૈયાર કરો એટલે કોપીરાઈટ જે તે વ્યક્તિ, સંસ્થા, ટ્રસ્ટને મળે. કાયદાકીય રીતે સ્વામિનારાયણ સંપ્રદાય સારંગપુર ટ્રસ્ટ યોગ્ય છે, કોપીરાઈટ વ્યાજબી છે. છતાં જો કોઈને વાંધો હોય તો કોર્ટમાં જાવ, પણ ધાર્મિક લાગણીને મુદ્દો બનાવી સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનું બંધ કરો.

ધાર્મિક રીતે સમજીએ – સોફ્ટ હિન્દૂ, કટ્ટર હિન્દૂ, હિન્દુ ધાર્મિક માનસિકતાવાળા સામાન્ય લોકો માટે અને ખાસ કરીને અન્ય ધર્મ અને સંપ્રદાયના લોકો માટે.


આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અન્ય વિવાદિત બાબતો અને આ કોપીરાઈટ મુદ્દો બંને મિક્ષ કરવાના નથી પણ ફક્ત કોપીરાઈટ મુદ્દે વાત કરવાના છીએ.

બ્રાહ્મણો પોતાન ધર્મને પહેલા વૈદિક ધર્મ કહેતા હતા, મુઘલ સમયમાં બ્રાહ્મણ ધર્મ કહેવું લાગ્યા. દિલ્હી સલ્તનતના સમયમાં હિંદુઓ પર ઝઝીયા કર લગાવવામાં આવ્યો ત્યારે, અમે તો બ્રાહ્મણ ધર્મના છીએ, અમને ઝઝીયા કર ના લાગે, તેમ કહી બ્રાહ્મણોએ ટેક્સથી મુક્તિ મેળવી હતી. તમામ હિંદુઓ, ક્ષત્રિયો, વાણિયાઓ, (ખેડૂત, મજુર, કારીગર – શુદ્ર – ઓબીસી ) સુદ્ધા પોતાના ધાર્મિક સ્થળોના દર્શન માટે ટેક્ષ ભરતા હતા પણ બ્રાહ્મણો નો’તા ભરતા. કારણે કે બ્રાહ્મણોએ પોતાને અલગ બ્રાહ્મણ ધર્મના ગણાવી ટેક્ષમાંથી મુક્તિ લીધી હતી.

અંગ્રેજોના સમયમાં આપણા દેશમાં વસ્તી ગણતરી શરુ થઇ એટલે બ્રાહ્મણો ધર્મીઓ પોતાને હિન્દૂ ધર્મના કહેવડાવવા લાગ્યા, અને આયુ. વામન મેશ્રામ સાહેબે પર્સીયન શબ્દ “હિંદુ” નો સાચો અર્થ પ્રચલિત કર્યો. “હિન્દૂ એટલે ચોર, કાળો, લૂંટારો”, લોકોને જાગૃત કર્યા એટલે બ્રાહ્મણોએ નામ બદલી સનાતન ધર્મ બનાવી દીધો. હવે બ્રાહ્મણોએ લખેલા શાસ્ત્રોમાં ના હિન્દૂ ધર્મ શબ્દ છે કે ના સનાતન ધર્મ શબ્દ છે. વિશ્વાસ ના હોય તો તમારા બાપ દાદાઓને પૂછજો કે આજથી 20 વર્ષ પહેલા કોઈ બ્રાહ્મણ સનાતન ધર્મ બોલતું હતું? ટીવી, ચેનલો, છાપામાં સનાતન ધર્મ એવું ક્યાંય લખાતું હતું ?

જે બૌદ્ધો પોતાના ઇષ્ટદેવ ભગવાન બુદ્ધને બ્રાહ્મણોએ બનાવેલ હિન્દુ ધર્મના નથી ગણતા, જે ભગવાન બુદ્ધની શિક્ષાઓ, જાતિવાદી – વર્ણવાદી બ્રાહ્મણ ગ્રંથો સાથે મેચ નથી થતી, તે બદ્ધને પણ બ્રાહ્મણો જબરજસ્તી હિંદુ ગણાવે છે, વિષ્ણુના અવતાર ગણાવે છે. એટલું જ નહીં આજે અસંખ્ય પ્રાચીન બૌદ્ધ વિહારો દ્વારકા, સોમનાથ, જગન્નાથપુરી, સારનાથ પર બ્રાહ્મણોએ ગેરકાયદેસર કબ્જો, મૂર્તિઓનું રૂપાંતરણ, વિહારોનું રૂપાંતરણ કરી પચાવી પાડેલ છે.

આ જ હાલત જૈનોની પણ કરી છે. જૈનોની અસંખ્ય મૂર્તિઓ, જૈન મંદિરો આજે બ્રાહ્મણો જોડે વિવાદમાં ચાલે છે. હમણાં જ “ભોજશાલા વિવાદ” માં જે મૂર્તિ મળી છે તે જૈન મૂર્તિ “વાગ્દેવી” છે અને તેને બ્રાહ્મણો સરસ્વતી માતાની મૂર્તિમાં ખપાવી ભોજશાળા અને જૈન મૂર્તિ બેઉ હડપ કરવા માંગે છે.
તમે જુઓ કે, શ્રી રામ અને શ્રી કૃષ્ણ ક્ષત્રિય, યાદવ, આહીર, પશુપાલક સમાજના પણ મંદિરના ગર્ભગૃહમાં બ્રાહ્મણ સિવાય કોઈનેય પ્રવેશ નહીં. મંદિરનું દાન, ટ્રસ્ટ સંચાલન બ્રાહ્મણ કરે. જે સમાજના આરાધ્યદેવ છે તે નહીં. આયોધ્યા રામમંદિર ટ્રસ્ટમાં હાલ શું થઇ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો ને!
ધર્મની બાબતમાં બ્રાહ્મણો ભરોસાપાત્ર નથી. તેઓ સૌને હિન્દૂ તો બનાવે છે પણ પોતાનાથી નીચા હિન્દૂ, ઉતરતી કક્ષાના હિન્દૂ ગણાવે છે. બ્રાહ્મણોએ સમય સમય પર ધર્મનું નામ, વ્યાખ્યા, નીતિઓ, ધાર્મિક માન્યતાઓ બદલી છે. ગાય જે બ્રાહ્મણો પોતે મારીને ખાતા હતા તે આજે હિંદુઓની માતા બનાવી દીધી છે. બ્રાહ્મણો ગમે ત્યાં ઘૂસણખોરી કરે છે અને ગમે તેના ધાર્મિક સ્થળો, મૂર્તિઓ પચાવી પડે છે. હિન્દૂ ધર્મ નામે અન્ય લોકો પર સાંસ્કૃતિક, ધાર્મિક આક્રમણ કરવામાં સમગ્ર વિશ્વમાં બ્રાહ્મણોનો જોટો જડે તેમ નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયના ઉદાહરણથી અન્ય સંપ્રદાયના લોકો ચેતો

આજથી લગભગ 10-15 વર્ષ પહેલા સ્વામીનારાયણ સંપ્રદાય ખુબ સારી સ્થિતિમાં હતો પણ છેલ્લા કેટલાક સમયથી સ્વામીનારાયણ સંપ્રદાય પર આયોજનપૂર્વક હુમલાઓ થઇ રહ્યા છે, બદનામ કરવાના કાવતરા થઇ રહ્યા છે અને આજે જેમ મુસલમાનો સાથે થઇ રહ્યું છે તેવું ભવિષ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સાથે કોમવાદ હુલ્લડો થાય તેવી પુરી શક્યતા છે. જયારે સ્વામિનારાયણ સંપ્રદાયનું પતન થશે, તે સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, મૂર્તિઓ, સંપત્તિ કોણ પચાવી પાડશે? કોણ અધિકાર જમાવશે?
દલિતો?
આદિવસીઓ ?
ઓબીસીઓ ?
ક્ષત્રિયો ?
વાણિયાઓ ?
કે પછી બ્રાહ્મણો ?

ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં સૌ સંપ્રદાયના લોકોને મારી વિનંતી કે તમારી દરેક બાબતના કોપીરાઈટ વહેલી તકે કઢાવી લો. નહિ તો તમારી નજર સામે તમારા સંપ્રદાય પચાવી પાડવામાં આવશે અને તમે કશું ચુ કે ચા પણ નહિ કરી શકો. બ્રાહ્મણોએ તો ફક્ત એક કાલ્પનિક કથા લખીને તમારા સંપ્રદાયને જોડી દેવાનો છે, પ્રચાર પ્રસાર કરવાનો છે અને તમારો આખો સંપ્રદાય ભૂમ….. બ્રાહ્મણોનો કબ્જો… ધાર્મિક લાગણી દુભાઈવાળા લોકો મગજનો ઉપયોગ કરો અને તમારા કહેવાતા હિન્દૂ ધર્મ કે જે બ્રાહ્મણોએ ઉભો કર્યો છે, તેનો ઇતિહાસ વાંચો.

બ્રાહ્મણોના સાંસ્કૃતિક અને ધાર્મિક આક્રમણથી બચવા ભારતના દરેક સંપ્રદાયના લોકોએ ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ નોંધણી કરાવવા જરૂરી છે. આ કોપીરાઈટ જ છે કે જે તમને બ્રાહ્મણોથી અલગ પડશે અને તેમના ધાર્મિક, સાંસ્કૃતિક આક્રમણથી બચાવશે.

કૌશિક શરૂઆત

નોંધ : ક્ષત્રિય, ઓબીસી, દલિત, આદિવાસી સમાજના લોકોને વિનંતી કે તમારા સમાજના સંતો, ગુરુઓની વાણી વાંચો અને તેને બ્રાહ્મણોએ ધર્મના નામે લખેલા ગ્રંથો સાથે સરખાવો. તમે જોશો કે તમારા સંતો, ગુરુઓના સંપ્રદાયો, પંથોના કોપીરાઈટ પણ ખતરામાં છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *